કોરોનાવાઇરસના સમયમાં વિવિધ વિસા શ્રેણીને લાગૂ પડતા કેટલાક નિયમો
- તમારા વર્તમાન વિસા પૂરા થઇ જાય તે અગાઉ નવા વિસા માટે અરજી કરવી જોઇએ.
- જો તમારા વર્તમાન વિસા પૂરા થવામાં બે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો હોય તો તમે આ શરત માફ કરવાની વિનંતી કરી શકો છો.
- એક વખત ટ્રાવેલ પ્રતિબંધ (travel restrictions ) સમાપ્ત થઇ જશે તે પછી તમને નવા વિસા માટે અરજી કરવાનો વધારાનો સમય આપવામાં આવશે.
- જો તમારા વિસા પૂરા થઇ ગયા છે અને તમે વિદેશમાં છો, તો તમારે નવા વિસા માટે અરજી કરવી પડશે. તમે ઓસ્ટ્રેલિયા બહાર હોવાથી તમને બ્રિઝીંગ વિસા મળશે નહીં.
- જો તમે Australia's Visa Entitlement Verification Online (VEVO) નો વાપરી નથી શકતા તો, તમે તમારી વિસા વિશેની માહિતી ImmiAccount પરથી મેળવી શકો છો.
- જો, તમે ટેમ્પરરી વિસાધારક છો તો www.servicesaustralia.gov.au ની મુલાકાત લઇ “વિસાધારક માટેના પેમેન્ટ્સ”ની વિગતો મેળવી શકો છો.
- ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ રેસીડેન્ટ્સ જો વિદેશમાં હોય તો તેઓ ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે પરંતુ તેમને નક્કી કરવામાં આવેલી જગ્યાએ ફરજિયાત રીતે 14 દિવસ સુધી એકાંતવાસ ભોગવવો પડશે.