૧લી ઓક્ટોબરથી ન્યુ ઝીલેન્ડના વિસામાં ફેરફાર અમલમાં આવ્યા છે

નિયમ પરિવર્તન ઓસ્ટ્રેલિયન પર્મનન્ટ રેસીડન્ટને અસર કરે છે પરંતુ ઓસ્ટ્રેલિયન નાગરિકોને નહીં.

AIR NZ

Source: AIR NZ

સિડનીસાઇડર રમેશ કુમારે તેની ક્રિસમસ રજાઓ ન્યુઝીલેન્ડમાં ગાળવાની યોજના બનાવી છે.

ગયા વર્ષે બીઝનેસ ટ્રીપ પર ગયા પછી, તે આ ઉનાળામાં તેમના પરિવારને સુંદર દેશની મુલાકાતે લઈ જવા માંગે છે.
A general view of Queenstown, New Zealand on the South Island.
A general view of Queenstown, New Zealand on the South Island Source: AAP
જો કે, ગયા વર્ષે  ઓસ્ટ્રેલિયન PR સાથે ન્યુ ઝીલેન્ડના વેલિંગ્ટન શહેર માટે  સીધા વિમાનમાં બેસી ગયા તેવું હવે નહિ કરી શકે. શ્રી કુમારે હવે તેમની મુસાફરી પહેલાં ઇલેક્ટ્રોનિક વિઝા માટે અરજી કરવાની રહેશે.

ન્યુઝીલેન્ડ સરકારે રજૂ કરેલા નવા નિયમનો અર્થ એ છે કે ૧લી ઓક્ટોબરથી, ઓસ્ટ્રેલિયન કાયમી રહેવાસીઓને પડોશી દેશની મુલાકાત લેવા માટે ઇલેક્ટ્રોનિક વિઝા લેવાની જરૂર છે.
પરંતુ ઓસ્ટ્રેલિયાના નાગરિકો માટે ઈ વિસા લેવો જરૂરી નથી
“મેં અગાઉથી ટિકિટ બુક કરાવી હતી, પરંતુ મારા ટ્રાવેલ એજન્ટે થોડા દિવસો પહેલા મને બોલાવ્યો અને જણાવ્યું કે હવે મારે પ્રવાસ પૂર્વે ઇ-વિઝા માટે અરજી કરવાની રહેશે."
ગયા મહિના સુધી ઓસ્ટ્રેલિયન નાગરિકો અને કાયમી રહેવાસીઓને આગમન પર વિઝા એરપોર્ટ પર મળી જતો અને ન્યુઝીલેન્ડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સરકારે જાહેર કરેલા નવા નિયમનથી કાયમી રહેવાસીઓ અને નાગરિકોના અધિકારો હવે અલગ અલગ છે.
Passengers board an Air New Zealand flight at Christchurch Airport.
Passengers board an Air New Zealand flight at Christchurch Airport. Source: AAP
ઓસ્ટ્રેલિયન નાગરિકોને નવા નિયમમાંથી મુક્તિ અપાઈ રહી છે અને અગાઉથી વિઝાની જરૂરિયાત વિના ન્યુઝીલેન્ડ પ્રવાસ કરી શકે છે.

"જો તમે ટુરિસ્ટ તરીકે માત્ર રજા ગાળવા ન્યુ ઝિલેન્ડ જાઓ, તો તમારે ન્યુ ઝિલેન્ડ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરિટી (એનઝેટા) અથવા વિઝિટર વિઝા લેવાની જરૂર પડશે", ન્યૂઝિલેન્ડની સરકારની ઇમિગ્રેશન વેબસાઇટ જણાવે છે.

સિડની સ્થિત ટ્રાવેલ એજન્ટ જીજુ પીટર કહે છે કે, “ઇ-વિઝામાં વધુ ખર્ચ થતો નથી.

"વિઝા ફી ફક્ત NZ $૧૨ છે અને જો તમે તેમની મોબાઇલ એપ્લિકેશન દ્વારા અરજી કરો છો તો તે NZ $૯ પર આવી જશે."

આ સાથે NZ $૩૫નો ટુરિસ્ટ ટેક્સ પણ લાગશે.

"ન્યુ ઝિલેન્ડના અધિકારીઓએ કહ્યું છે કે ઈ વિસા મળતા મહત્તમ ૭૨ કલાકનો સમય લાગી શકે છે, પરંતુ ૧0 મિનિટ માં મળી જાય તેવું પણ બને."

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 

Follow us on Facebook.

 


Share
2 min read

Published

By Deeju Sivadas
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service