Community groups concerned as domestic violence calls drop off

Could the coronavirus pandemic see more people suffer from domestic violence.

Could the coronavirus pandemic see more people suffer from domestic violence. Source: Getty Images

કોરોનાવાઇરસના નિયંત્રણો વચ્ચે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓ અને પુરુષો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. નોકરી ગુમાવવી, કૌટુંબિક આવક બંધ થઇ જવી, હતાશા જેવા કારણો હિંસામાં વધારો કરી શકે છે. વળી, બિન અંગ્રેજી ભાષી માઇગ્રન્ટ સમુદાયમાંથી મદદ માટે માંગ ઘટી હોવાના અહેવાલ ચિંતાનો વિષય બની ગયો છે. સામાજિક કાર્યકર મયુરી મોદીએ ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓ સાથેના તેમના અનુભવ અને મદદ મેળવવાના વિકલ્પો વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે કાર્ય કરતી સંસ્થાના મતે હાલમાં કોરોનાવાઇરસની મહામારીના સમયમાં મહિલાઓ દ્વારા મદદ માટે કરવામાં આવતા સંપર્કમાં ઘટાડો થયો છે.

હાલના સમયમાં જ્યારે કોરોનાવાઇરસના પ્રતિબંધો અમલમાં છે ત્યારે હિંસા આચરનાર વ્યક્તિ સતત ઘરે જ રહે છે અને ભોગ બનનાર મહિલા મદદ માટે સંપર્ક કરી શકતી નથી. તેમ ઘરેલું હિંસા અંગે કાર્ય કરતી સંસ્થાનું માનવું છે. 

આ ઉપરાંત, વર્તમાન સમયમાં ઘરેલું હિંસા કે અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ બહાર પણ જઇ શકતી નથી. તથા, તેઓ મદદ માટે મિત્ર, પરિવારજનનો સંપર્ક પણ કરી શકતી નથી. જે તેમની મુશ્કેલીમાં વધારો કરે છે.

વિમેન્સ કમ્યુનિટી શેલ્ટરના સીઇઓ એનાબેલ ડેનિયલના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોમાં સંસ્થા કેવા પ્રકારની મદદ આપી શકે છે તેવી પૂછપરછ કરતા ફોનની સંખ્યામાં લગભગ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે પરંતુ, ખરેખર તેમના આશ્રયસ્થાનનો સહારો લેનારી મહિલાઓની સંખ્યા વધી નથી.

સરકાર દ્વારા પેકેજની જાહેરાત

વડાપ્રધાન સ્કોટ મોરિસને તાજેતરમાં મહિલાઓ અને બાળકો પર થતી હિંસા રોકવા માટે અગાઉથી જ અમલમાં મૂકેલી યોજનાઓમાં વધારાના 150 મિલિયન ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી હતી. 

આ ફંડ હિંસાનો સામનો કરી રહેલા પરિવારો સાથે પરામર્શ (કાઉન્સિલીંગ), 1800-RESPECT હોટલાઇન, મેન્સલાઇન ઓસ્ટ્રેલિયા જેવી સર્વિસ માટે ઉપયોગમાં લેવાશે.
પારિવારીક બાબતો અને ઘરેલું હિંસા માટે કાર્ય કરતી સંસ્થાઓને જરૂરીયાત ધરાવતી શ્રેણી સ્થાન આપવામાં આવ્યું છે અને તેથી જ તે કોરોનાવાઇરસના પ્રતિબંધો દરમિયાન પણ પોતાની સર્વિસ આપી રહી છે.

વિક્ટોરિયા પોલિસના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020ના શરૂઆતના મહિનાઓમાં ઘરેલું હિંસાના કેસોની સંખ્યાં તેમણે કોઇ વધારો નોંધ્યો નથી.

જો તમે કે તમારી આસપાસ કોઇ વ્યક્તિ ઘરેલું હિંસાનો ભોગ બનતી હોય તો, 1800RESPECT નો 1800 737 732 અથવા 1800RESPECT.org.au ની મુલાકાત લો. ઇમરજન્સી હોય તો (000) પર સંપર્ક કરો.

બહુસાંસ્કૃતિક સમાજમાંથી આવતી મહિલાઓ જો ઘરેલું હિંસાનો સામનો કરતી હોય તો તેમણે મલ્ટીકલ્ચરલ સેન્ટર અગેઇન્ટ્સ ફેમિલી વાયોલન્સ (Multicultural Centre Against Family Violence) નો 1800755988 પર સંપર્ક કરવો.


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service