Here's what you should know while extending your Australian visitor visa during COVID-19 pandemic

Australian visa application.

Australian visa application. Source: Getty Images

કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે અને હજારો વિઝીટર વિસાધારકો ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયા છે. ફ્લાઇટ્સ ફરીથી ક્યારે શરૂ થશે તેની અનિશ્ચિતતા વચ્ચે મોટાભાગના લોકો તેમના ઓસ્ટ્રેલિયાના વિઝીટર વિસા લંબાવવા માટે અરજી કરી રહ્યા છે. અરજી કરતી વખતે શું ધ્યાન રાખવું તથા વિસા એક્સ્ટેન્શન માટે કેટલો સમયગાળો હિતાવહ છે તે અંગે મેલ્બર્ન સ્થિત Aussizz Group ના ડાયરેક્ટર તથા માઇગ્રેશન એજન્ટ ગીરીશ પટેલે SBS Gujarati ને વિસ્તારથી માહિતી આપી હતી.


જો તમારા ઓસ્ટ્રેલિયાના વિસા બે મહિનાથી ઓછા સમયગાળા માટે જ બાકી રહી ગયા હોય તો તમે અન્ય વિસા માટે અરજી કરી શકો છો. પરંતુ તે માટે ઓસ્ટ્રેલિયન વિસામાં રહેલી 8503ની શરત ધ્યાનમાં રાખવી જરૂરી છે.

મુલાકાતી જો ઓસ્ટ્રેલિયામાં જ હોય તો તે 03, 06 કે 12 મહિનાના વિસા માટે અરજી કરી શકે છે.

જો તમે 03 મહિના માટે વિસા મેળવો છો તો મેડિકલ તપાસની જરૂર નથી પરંતુ જો તેના કરતા વધારે સમય માટે વિસાની અરજી કરી રહ્યા છો તો તમારે 250 ડોલરની ફી ચૂકવવી પડશે.

જો તમારી ઉંમર 65 વર્ષથી વધુ હોય તો તમારે 03 મહિનાના વિસા માટે પણ આરોગ્યની તપાસ કરાવવી જરૂરી છે.

જો તમારા વિસા પૂરા થઇ રહ્યા છે અને શરતોમાંથી છૂટ મળી રહી છે તો તમને BVA વિસા મળશે. BVA વિસા મળવાનો અર્થ છે કે તમને નવા વિસા મળે નહીં ત્યાં સુધી તમે ઓસ્ટ્રેલિયામાં રહી શકો છો. જોકે, વિઝીટર વિસા દરમિયાન નોકરી કરી શકાતી નથી.

આ તમામ પ્રક્રિયા માટેની ફી 365 ઓસ્ટ્રેલિયન ડોલર છે, જો તમે ઓસ્ટ્રેલિયામાંથી જ બીજી વખત અરજી કરી રહ્યા છો તો વધારાના 700 ડોલર ચૂકવવા પડશે એટલે કે કુલ ફી 1065 ડોલર થશે.

** ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારીત છે, તમને લાગુ પડતી ચોક્કસ પરિસ્થિતી અંગે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય. 


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service