આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ કર્યું તો લાઇસન્સ રદ થશે

વાહનચાલકનું લાઇસન્સ રદ થયા ઉપરાંત 561 ડોલરનો દંડ પણ ભરવો પડશે, નવો નિયમ 20 મે 2019થી અમલમાં આવશે.

Some motorists who are caught driving over the blood alcohol limit may avoid losing their licences, while others may receive on-the-spot fines in NSW

Image for representation only. Source: AAP

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જો કોઇ પણ વાહનચાલક આલ્કોહોલના નક્કી કરેલા પ્રમાણ કરતા વધુ પ્રમાણ સાથે વાહન ચલાવતા ઝડપાશે તો તેનું લાઇસન્સ તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવશે.

ડ્રીન્ક - ડ્રાઇવિંગ સાથે ઝડપાયેલા વાહનચાલકનું લાઇસન્સ ત્રણ મહિના સુધી માન્ય ગણાશે નહીં.

આગામી 20 મે 2019થી, જો કોઇ પણ ડ્રાઇવર આલ્કોહોલના સેવન સાથે ઝડપાશે તો તેનું લાઇસન્સ તાત્કાલિક રદ થવા ઉપરાંત 561 ડોલરનો દંડ પણ ભરવો પડશે.
ન્યૂ સાઉથ વેલ્સના ટ્રાન્સપોર્ટ અને રોડ મિનિસ્ટર એન્ડ્ર્યુ કોન્સ્ટાન્સે જણાવ્યું હતું કે, આ નિયમ અમારી “zero tolerance” નીતિને ધ્યાનમાં રાખીને અમલમાં લવાઇ રહ્યો છે.
"આ નિયમ અંતર્ગત, કોઇ પણ ડ્રાઇવર રાજ્યના કોઇ પણ વિસ્તારમાં, આલ્કોહોલના સેવન કરીને વાહન ચલાવતા ઝડપાશે તો તેનું લાઇસન્સ તાત્કાલિક રીતે રદ કરી દેવામાં આવશે."
જો ડ્રાઇવરે ડ્રગ્સનું સેવન કર્યાનું સાબિત થશે તેણે પણ પોતાનું લાઇસન્સ ગુમાવવું પડશે.

અગાઉના નિયમ પ્રમાણે, જો કોર્ટ આદેશ આપે તો જ ડ્રાઇવરનું લાઇસન્સ રદ થતું હતું પરંતુ હવે નવા નિયમ પ્રમાણે, પોલિસ તાત્કાલિક ધોરણે ત્રણ મહિના સુધી લાઇસન્સ રદ કરી શકે છે.
Some motorists who are caught driving over the blood alcohol limit may avoid losing their licences, while others may receive on-the-spot fines in NSW
Image for representation only. Source: AAP
આસિસ્ટન્ટ પોલિસ કમિશ્નર માઇકલ કોર્બોયે જણાવ્યું હતું કે, "રોડ અકસ્માતના મોટાભાગના બનાવોમાં આલ્કોહોલનું સેવન મુખ્ય કારણ બન્યું છે અને જેના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે, નવો નિયમ અમલમાં આવવાથી નાગરિકો આલ્કોહોલના સેવન બાદ વાહન ચલાવવાથી બચશે."

ઉલ્લેખનીય છે કે, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ગયા વર્ષે આલ્કોહોલના સેવન સાથે વાહન ચલાવનારા 68 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ સરકારે આલ્કોહોલના સેવન બાદ ડ્રાઇવિંગ કરનાર ડ્રાઇવર્સ માટે કડક પગલાં અમલમાં મુકવાનું નક્કી કર્યું છે.

SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.

 


Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ કર્યું તો લાઇસન્સ રદ થશે | SBS Gujarati