લિન્ડસે બ્લેકની દીકરી આ વર્ષે HSCની પરીક્ષાઓ આપશે. વાલી તરીકે અને વિદ્યાર્થી તરીકે બન્નેના જીવનનો આ મહત્વનો તબક્કો છે.
શ્રી બ્લેકનું કહેવું છે કે તેમની દીકરી હંમેશા મહેનતુ રહી છે અને શ્રેષ્ઠ ગ્રેડ મેળવનાર રહી છે. આથી HSCની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનું દબાણ તેણી અનુભવી રહી છે.
Raising Children Network ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને એસોસિયેટ પ્રોફેસર જુલી ગ્રીનનું કહેવું છે કે ધોરણ 12 ની કે HSCની પરીક્ષાઓનો સમયગાળો ઘણા યુવાનોમાટે ખુબ જ તણાવ અને ચિંતાભર્યો હોય છે. આ તણાવ પરીક્ષાઓ, પરીક્ષાએ માં સારો દેખાવ કરવા માટે, ઘણા લાંબા કે ભારી અભ્યાસક્રમ જેવા કારણો સાથે જોડાયેલો છે.
વિદેશથી આવેલા, અંગ્રેજીનું ઓછું કે નહિવત જ્ઞાન ધરાવનારા વિદ્યાર્થીઓ માટે HSC પરીક્ષાઓ ચિંતામાં વધારો કરે છે.
Refugee Council of Australia ના કાર્યકારી સી ઈ ઓ ટિમ ઓ'કોન્નોરનું કહેવું છે કે ધોરણ 12ની પરીક્ષાઓ ખાસ કરીને શરણાર્થી - રેફ્યુજી વિદ્યાર્થીઓ માટે મોટી ચુનૌતી સમાન છે. તેમના ભૂતકાળના અનુભવો, પરિવાર તરફ થી ઓછો કે નહિવત સહકાર, જરૂરી વધારાનો સહયોગ ન મળવો જેવા વિવિધ કારણો તેમની તકલીફમાં વધારો કરે છે.
યુવાનોમાં તણાવના લક્ષણોમાં નર્વસનેસ, ચીડિયાપણું, વારંવાર રડી પડવું, ઊંઘ ન આવવી, યોગ્ય નિર્ણય ન કરી શકવું અને પડકારવૃત્તિ સામેલ છે. આ ઉપરાંત યોગ્ય ખોરાક ન લેવો અથવા વધુ ખોરાક લેવો, બીમાર અનુભવવું કે વજન વધવું કે ઘટી જવું જેવા લક્ષણો પણ સામેલ છે.
આપ કેવી રીતે મદદ કરી શકો ?
1. કનેક્ટેડ રહો
શ્રી ગ્રીનનું કહેવું છે કે આપના બાળકો સાથે વાતચીત કરો , તેમના સંપર્કમાં રહો. તેમની લાગણીઓ વિષે જાણો તેમને પ્રોત્સાહિત કરો. તેમને પરીક્ષાનો તણાવ ઓછો થાય તેવા પ્રયત્નો કરો. બાળકોને જરૂરી માર્ગદર્શન આપો.
2. દૈનિક પ્રવૃત્તિઓ માટે તેમને પ્રોત્સાહિત કરો
સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ઉપયોગી નીવડે તેવી પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહન આપો જેથી તેમને માનસિક રાહત રહે.
તણાવપૂર્વક વાતાવરણને હળવું બનાવવાનો પ્રયત્ન કરવો. આ પ્રવૃત્તિમાં સારી જગ્યા એ જમવા જવું, રમતગમત જેવી પ્રવૃત્તિઓ સામેલ કરી શકાય.
3. પૂરતી ઊંઘ લ્યો
માનસિક સ્વસ્થતા માટે પૂરતી ઊંઘ જરૂરી છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓએ 9 કલાક જેટલી ઊંઘ લેવી જોઈએ.
4. તમામ રીતે મદદ કરો
ક્લિનિકલ સાયકોલોજીસ્ટ સાલી એન મેક્કોર્મેકનું કહેવું છે કે પરીક્ષાના સમયમાં થોડો ફરી સમય રાખવો જરૂરી છે.
આ ફ્રી ટાઈમ ,આતે અઠવાડિયાના 10 કલાક જેટલો સમય ઘણી શકાય . જેમાં મિત્રોને મળવું, બહાર જવું, આરામ કરવો જેવી પ્રવૃત્તિઓ સામેલ છે
5. ધીરજ રાખો
બાળકો પર સારું દેખાવ કરવાનું દબાણ ઓછું કરવાનો પ્રયત્ન કરવો. કોઈપણ પ્રકાર ના ગુસ્સા કે ચિંતાને શાંતિ થી સાંભળવી અને તેને દૂર કરવા યોગ્ય પ્રયત્ન કરવો. ધીરજ કેળવવાથી આ કાર્ય આસાન બને છે.