સ્થાનિક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સમાં 'પટેલ' અટક ત્રીજા ક્રમે

ઓસ્ટ્રેલિયાના વિવિધ સ્તર પર ક્રિકેટની રમતમાં પ્રથમ સ્થાને સિંઘ, બીજા ક્રમે સ્મિથ અને ત્રીજા ક્રમે પટેલ અટકનો સમાવેશ થાય છે.

Former test cricket player Rod Marsh is seen coaching students from St Peters College in Adelaide on St Peters Oval, Friday November 2, 2018. Rod Marsh is touring the country to promote his new book an autobiography. (AAP Image/David Mariuz) NO ARCHIVING

Former test cricket player Rod Marsh is seen coaching students from St Peters College in Adelaide on St Peters Oval. Source: AAP Image/David Mariuz

ભારતીયો માટે ક્રિકેટની રમત એક ધર્મ જેટલું મહત્વ ધરાવે છે અને એટલે જ તેઓ વિશ્વમાં જ્યાં પણ વસે ત્યાં આ રમત સાથે વિવિધ રીતે સંકળાયેલા જોવા મળે છે. છેલ્લા દશકમાં ઓસ્ટ્રેલિયા આવીને વસેલા ભારતીય મૂળના માઇગ્રન્ટ્સે ભારત દેશ છોડ્યો પરંતુ તેમની લોકપ્રિય રમત ક્રિકેટને ભૂલ્યા નથી.

ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્તર પર રમાતા ક્રિકેટ સાથે તેઓ હંમેશાં સંકળાયેલા જોવા મળે છે, સ્કૂલ, યુનિવર્સિટી અને ક્લબ સ્તર પર ક્રિકેટ રમીને પોતાનો શોખ પૂરો કરે છે.

તાજેતરમાં જ બહાર પડેલા એક ડેટા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના વિવિધ સ્તરના ક્રિકેટમાં સૌથી વધુ જોવા મળતી કોઇ ત્રણ અટક હોય તો તે સિંઘ, સ્મિથ અને પટેલ છે.

Image

'પટેલ' અટક ત્રીજા સ્થાને

સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં સિંઘ અટક ધરાવતા ખેલાડીઓ સૌથી વધુ જોવા મળે છે. ત્યાર બાદ સ્મિથ બીજા ક્રમે છે. અને પટેલ અટક ત્રીજો ક્રમ ધરાવે છે. જ્યારે જોન્સ અને બ્રાઉન અટકવાળા ખેલાડીઓની સંખ્યા ચોથા અને પાંચમાં ક્રમે છે.

અટક ખેલાડી

સિંઘ         1481    
સ્મિથ         954
પટેલ         604
જોન્સ        553
બ્રાઉન       546
વિલિયમ્સ   536

માય ક્રિકેટ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2018/19માં ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્તર પર ક્રિકેટ રમતા કુલ 247,000 ખેલાડીઓમાંથી લગભગ 1500 જેટલા નામ સિંઘ અટક ધરાવતા હતા જ્યારે સ્મિથ અટક 954 સાથે બીજા ક્રમે રહી હતી. પટેલ અટક ધરાવતા 604 ખેલાડીઓ વર્ષ 2018/19માં ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્તર પર ક્રિકેટ સાથે સંકળાયેલા રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં વધુ પ્રચલિત અન્ય ભારતીય અટક

ઓસ્ટ્રેલિયામાં વિવિધ લેવલ પર રમાતા ક્રિકેટમાં સિંઘ અને પટેલ ઉપરાંત પણ અન્ય ભારતીય અટક મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેમાં 411 ખેલાડીઓ સાથે 'ખાન', 362 ખેલાડીઓ સાથે 'શર્મા', 280 ખેલાડીઓ સાથે 'કુમાર' અટકનો સમાવેશ થાય છે.
Former test cricket player Rod Marsh is seen coaching students from St Peters College in Adelaide on St Peters Oval.
Source: AAP Image/David Mariuz
ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ સાથે સંકળાયેલા અમ્પાયર ચિન્મય મહેતાએ માઇગ્રન્ટ્સ કમ્યુનિટીના ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ અપનાવવા અંગે જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક સમયમાં ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટના વિવિધ ક્લબ સાથે અમ્પાયરિંગ દરમિયાન મેં ઘણા ભારતીય મૂળના યુવા ક્રિકેટર્સને ક્રિકેટ રમતા નિહાળ્યા છે."
"ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં હરિન્દર સિંઘના પ્રવેશના કારણે સિંઘ - અટક ધરાવતા ખેલાડીઓનું મોટું પ્રમાણ જોવા મળતું હતું. પરંતુ, હવે અન્ય સમાજના માઇગ્રન્ટ્સ પણ ક્રિકેટની રમતને અપનાવતા થયા છે. પટેલ સહિત અન્ય ગુજરાતી અટક ધરાવતા ખેલાડીઓનો ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં પ્રવેશ આવકાર્ય છે."

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ચાલતા કાર્યક્રમો

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા દેશમાં વિવિધ સ્તર પર ક્રિકેટનો વિકાસ થાય અને માઇગ્રન્ટ સમાજના યુવા ક્રિકેટર્સ રમતમાં ભાગ લેતા થાય તે માટે વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

આ અંગે SBS Gujarati સાથે વાત કરતા ક્રિકેટ વિક્ટોરિયાના અધિકારી હેમિશ જોન્સે જણાવ્યુંં હતું કે, છેલ્લા કેટલાક સમયમાં ક્લબ, સ્કૂલ સ્તર પર યુવા ક્રિકેટર્સ ભાગ લેતા થાય તે માટે ટેલેન્ટ હન્ટના કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, યુવા ખેલાડીઓમાં ક્રિકેટ પ્રત્યે રસ વધે તે માટે નાના ગ્રાઉન્ડ્સ અને નાની પિચનો ખ્યાલ અમલમાં મૂકવામાં આવ્યો છે.

હાર્મની હબ્સ, હાર્મની ઇન ક્રિકેટ એસોસિયેશન, મેલ્બર્ન સ્ટાર્સ લીગ (મેન્સ, વિમેન્સ), મેલ્બર્ન રેનેગેડ્સ ચેમ્પિયન્સ લીગ જેવી ટૂર્નામેન્ટના કારણે વિવિધ વયજૂથના માઇગ્રન્ટ ખેલાડીઓને ક્રિકેટની રમત સાથે સંકળાવાની તક મળે છે અને જેના કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેમની સંખ્યામાં વધારો થયો છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 


Share

Published

By Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
સ્થાનિક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સમાં 'પટેલ' અટક ત્રીજા ક્રમે | SBS Gujarati