ઓસ્ટ્રેલિયામાં દરેક નાગરિક કાયદા સામે સમાન છે પરંતુ દરેક વ્યક્તિ ન્યાય મેળવવા માટે કાનૂની સેવાનો ખર્ચ ઉપાડી શકતા નથી. તેવા લોકો માટે મફતમાં કાનૂની સહાય સેવા ઉપલબ્ધ છે.
ઓસ્ટ્રેલિયાના દરેક રાજ્ય અને પ્રદેશમાં એક કાનૂની સહાયતા આયોગ છે. ઓસ્ટ્રેલિયાભરમાં કુલ આઠ કાનૂની સહાયતા આયોગ છે.
તો આજે જાણીએ ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ મફત કાનૂની સહાય અંગે માહિતી.
કાનૂની પ્રશ્નો અંગે કોણ મદદ કરી શકે ?

Source: Victoria Legal Aid via Facebook
ઓસ્ટ્રેલિયાના કાનૂની સહાયતા (legal aid commissions)આયોગનો મૂળ ઉદેશ સમાજના વંચિત, કમજોર અને નવા આવેલ આગંતુકોને કાનૂની સલાહ આપવાનો છે. આયોગ વડે અપરાધિક, પારિવારિક અને દીવાની કાયદા બાબતે સહાય આપવામાં આવે છે.
જો અદાલત જવાનું થાય તો?

Source: NSW Department of Justice
જો કોઈ વ્યક્તિને કાનૂની સલાહથી વધુ મદદ મદદની જરૂર હોય, તો જે - તે કેસની વિગતોના આધારે વકીલની મદદ મેળવી શકાય છે. કોર્ટમાં પ્રતિનિધિત્વ કરવાની બાબત કાનૂની સહાયતા સેવા વડે પરિક્ષિણ (means tested by Legal Aid) થયેલ હોય છે, અને તે હંમેશા મફત નથી હોતી.
દા. ત. ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં વ્યક્તિની કાનૂની સમસ્યા અને તેની આર્થિક પરિસ્થિતિને આધારે વ્યક્તિને કાનૂની સહાયતા અનુદાન (grant of legal aid)આપવામાં આવામાં આવે છે.
કાનૂની સહાયતા ક્યાંથી મેળવી શકાય?
કેટલીક મફત કાનૂની સેવા સહાયતા આપનાર સંસ્થા:
સામુદાયિક કાનૂની કેન્દ્ર (Community Legal Centres) કાનૂની સહાયતા સેવા વડે જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં નથી આવતો તેવી કાનૂની સલાહ અને મદદ અહીં આપવામાં આવે છે.
ઇમિગ્રેશન સલાહ અને અધિકાર કેન્દ્ર (Immigration Advice and Rights Centres) અહીં ઇમિગ્રેશનને લગતી કાયદાકીય મદદ આપવામાં આવે છે.
ઈમિગ્રશન સંસાધન કેન્દ્ર અહીં માઇગ્રન્ટ્સ, શરણાર્થીઓ અને માનવીય વિસા પર આવેલ લોકોને માહિતી, સહાયતા અને સેટલમેન્ટ માટે મદદ કરવામાં આવે છે. જે -તે રાજ્યમાં આવેલ આ પ્રકારના કેન્દ્ર વિષે જાણવા ક્લિક કરો
ઓસ્ટ્રેલિયામાં ઘણા સાર્વજનિક પુસ્તકાલયોમાં( public libraries) કાનૂની માહિતી એક્સેસ કેન્દ્ર હોય છે જ્યાંથી કાયદા અંગે મફતમાં માહિતી મેળવી શકાય છે.
વ્યક્તિ ફોન પર કે સાક્ષાત રીતે મફત કાનૂની સલાહ મેળવી શકે છે. આ માટે જો દુભાષિયાની જરૂર હોય તો ટ્રાન્સલેટિંગ અને ઇન્ટરપ્રિટિંગ સેવા -131450 પર ફોન કરવો .
આપના રાજ્ય કે પ્રદેશમાં મોજુદ કાનૂની સહાયતા આયોગ (Legal Aid Commissions)ની માહિતી મેળવવા અહીં ક્લિક કરો - Legal Aid