સેટલમેન્ટ ગાઈડ : ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે ઉપલબ્ધ આર્થિક સહાય

ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા યુનિવર્સીટી છાત્રોને ફી ભરવામાં સહાય કરવાના ઉદેશથી વિવિધ પ્રકારની લોન આપવામાં આવે છે.

Uni

Source: Creative Commons

ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સીટીના ત્રણ વર્ષના અભ્યાસ નો ખર્ચ $32,000 જેટલો થાય છે, આથી મોટાભાગના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા લોન લે છે.

યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે કોમનવેલ્થ સપોર્ટેડ જગ્યા કે ફી પેયીંન્ગ જગ્યા છે.

કોમનવેલ્થ સપોર્ટેડ

કોમનવેલ્થ સપોર્ટેડ જગ્યાએ સરકાર વડે આપવામાં આવતી રાહતવાળી પ્લેસ છે. આનો અર્થ એમ કે કોમનવેલ્થ સપોર્ટેડ વિદ્યાર્થીને ઓછી ફી ભરવી પડે છે. આ પ્રકરની વ્યવસ્થા સરકારી યુનિવર્સીટીઓ માં સ્નાતક કોર્સ માટે છે. આ માટે ફી ની રકમ સીધી યુનિવર્સીટીને ચૂકવી દેવામાં આવે છે.

વિદ્યાર્થીએ બાકીની રકમ ચુકવવાની રહે છે. અંગે ની વધુ માહિતી the Study Assist website.

હાયર એજ્યુકેશન લોન પ્રોગ્રામ

હાયર એજ્યુકેશન લોન પ્રોગ્રામ હેઠળ ચાર પ્રકારની લોન સ્કીમ છે. આ લોન ઓસ્ટ્રેલિયન નાગરિક, કાયમી માનવીય વિસા ધારક અને ન્યૂઝીલેન્ડના ખાસ શ્રેણીના વિસા ધારકો માટે છે. 

HECS-હેલ્પ
કોમનવેલ્થ સપોર્ટેડ જગ્યા માટે યુનિવર્સીટીના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓમાં આ સૌથી પ્રિય લોન યોજના છે.

ગ્રાટન ઇન્સ્ટિયૂટના હાયર એજ્યુકેશન પ્રોગ્રામના ડિરેક્ટર એન્ડ્રુ નોર્ટન નું કહેવું છે કે," ઓસ્ટ્રેલિયાના ના મોટાભાગના તમામ સ્નાતક માટે દાખલ થતા વિદ્યાર્થીઓ આ લોન માટે પાત્રતા ધરાવે છે, કાયમીનીવાસી વસા ધારકો આપવાદ છે. લગભગ 90% વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક ખર્ચ માટે આ લોન લે છે."
Stock image of students walking at the University of Technology in Brisbane, Monday, April 14, 2014
Stock image of students walking at the University of Technology in Brisbane, Monday, April 14, 2014. (AAP Image/Dave Hunt) NO ARCHIVING Source: AAP

FEE-હેલ્પ

આ લોન આખી ફી ચુકવતા વિદ્યાર્થીઓ માટે છે. મોટાભાગે આ લોન ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા - પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે છે. આ લોન હેઠળ $99,389 જેટલો કરજો લઇ શકાય.

SA-હેલ્પ

આ લોન પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સર્વિસ અને અન્ય જરૂરતો માટે સંપૂર્ણ અથવા આંશિક મદદ પુરી પાડે છે.

OS- હેલ્પ

આ લોન પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તેમના વિદેશ અભ્યાસના ખર્ચને પહોંચી વાળવા સહાય કરે છે.
Students graduating university
Source: CC0 Creative Commons

HELP ઋણ ચુકવણી કરવી

અત્યારસુધી વ્યક્તિ જયારે $55,874 કે તેથી વધુ કમાય ત્યારે તેને ઋણ ચુકવણી કરવાની રહેતી, પરંતુ આતવા વર્ષથી આ સીમા $51,957 કરવામાં આવી રહી છે.

જૂનના અંત સુધીમાં આ ઋણ ધરાવતી ઓસ્ટ્રેલિયન વ્યક્તિ જો વિદેશમાં રહેતી હોય તો તે જ્યાં સુધી વિદેશમાં હોય ત્યાં સુધી ઋણ ચૂકવવાનું નહતું, જેમાં પણ બદલાવ કરી આ વ્યક્તિએ પણ ઓસ્ટ્રેલિયા માં વસ્તી વ્યક્તિ જેમેજ ઋણ ચુકવણી કરવાની રહેશે . આ અંગે વધુ વિગતો -Study Assist website

યુવા ભથ્થુ

18 થી 24 વર્ષની આયુ ધરાવતા યુવાન વિદ્યાર્થીઓ યુવા ભથ્થાની મદદ થી અભ્યાસ દરમિયાન તેમનો રહેવાનો ખર્ચ મેળવી શકે છે. આ માટે શરત એ છે કે વ્યક્તિ ફૂલ ટાઈમ અભ્યાસ કરતી હોય અને તેના વાલી $150,000 જેટલી આવક ધરાવતા હોય.

આ અંગે વધુ જાણકારી -DHS website

શરણાર્થીઓ અને રેફ્યુજીસ માટે છત્રવૃત્તિ

ઓસ્ટ્રેલિયામાં શરણાર્થી કે રેફ્યુજી તરીકે હંગામી રક્ષણ વિસા પર રહેતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સીટી શિક્ષણ સરકારી મદદ વગર મેળવવું લગભગ અશક્ય છે. આથી રેફ્યુજી કાઉન્સિલ યુનિવર્સીટી સાથે મળીને આ વિદ્યાર્થીઓ માટે છાત્રવૃત્તિ આપે છે.
14 જેટલી યુનિવર્સીટીઓમાં આ પ્રકારની છાત્રવૃત્તિ આપવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી Refugee Council website

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી

ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એ વધુ ફી ભરવાની હોય છે. આ અંગે ઉપલબ્ધ મદદ અંગે વિગતો મેળવો - Study in Australia website.


Share

Published

Updated

By Audrey Bourget, Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service