સેટલમેન્ટ ગાઇડ: ઓસ્ટ્રેલિયામાં મકાનની હરાજીની પ્રક્રિયા

ઑસ્ટ્રેલિયામાં મિલકત ખરીદવાની કેટલીક અલગ અલગ રીતો છે. આમાંથી એક ઓક્શન એટલે હરાજી ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ આ રીતે મકાન ખરીદવું હોય તો તેના વિશેષ નિયમો જાણી લો.

Auction settlement Guide

Source: Getty Images

મોટાભાગના લોકો માટે, ઘર ખરીદવું એ જીવનનો સૌથી મોટો ખર્ચ હશે, તેથી ઓક્શન ની પ્રક્રિયા અને તેના વિશેષ નિયમો સમજી લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચાલો એક હરાજી પહેલાં, દરમિયાન અને પછી શું કરવું તે જોઈએ.

હરાજી પહેલાં

*  કોઈ પણ હરાજીમાં બોલી લગાવતા પહેલા, થોડા ઓક્શનમાં માત્ર પ્રેક્ષક બનીને ભાગ લો. પ્રક્રિયા ને નજરે નિહાળી, માહિતી મેળવવા માટે નિરીક્ષક તરીકે હરાજીમાં ભાગ લો.

*  જે મકાન ગમે તેની પૂરેપૂરી તપાસ કરો, માત્ર ઘર જ નહિ પાડોશીઓ કોણ છે , આસપાસનો વિસ્તાર કેવો છે તેની તાપસ કરો. વધુ વિગતો માટે રિયલ એસ્ટેટ એજન્ટને પણ પ્રશ્ન પૂછો.

*  નિષ્ણાત પાસેથી મકાનના બાંધકામની અને જીવ જંતુના ઉપદ્રવની ચકાસણી કરવો, અને તે પણ હરાજીના દિવસ અગાઉ. ઓક્શનમાં ભાગ લેતા પહેલા પેસ્ટ કંટ્રોલ ગોઠવી શકાય છે. એકવાર બોલી લગાવી દીધા પછી શરતો બદલી શકાતી નથી એટલે તમે સોલિસિટરની સલાહ પણ અગાઉ થી લઇ લો. જો કોઈનો મિલકત અથવા જમીન પર દાવો હોય, ઉદાહરણ તરીકે, રસ્તાના વિસ્તરણ માટે અથવા નવી પાવર લાઇન માટે તો તેના વિષે હરાજીમાં ભાગ લેતા પહેલા જાણવું જરૂરી છે.

*  તમારી આર્થિક પરિસ્થિતિ મુજબ કેટલી લોન લઇ શકશો તે જાણી લો. બજેટ નક્કી કરી તેના પર મક્કમ રહેવું ખુબ જરૂરી છે. ઘર પાછળ કેટલો ખર્ચ કરવા માંગો છો, કેટલો કરી શકશો તે નક્કી કરતી વખતે અન્ય ખર્ચા પણ ધ્યાન માં રાખો - દા.ત. સ્ટેમ્પ ડ્યુટી, સોલિસિટરની ફી, કોઈ રૅનોવેશન ની જરૂર હોય તો તેનો ખર્ચ વગેરે. એ જ વિસ્તારમાં એવાજ મકાનોની કિંમત શું આંકવામાં આવી છે તે પણ જાણી લીધા પછી બોલી લગાવો.

 

site_197_Filipino_710004.JPG?itok=RBl8LLlx&mtime=1499154059
First-home buyers will get a break now

હરાજીના દિવસે

*   હરાજીમાં સમયસર પહોંચો જેથી તમારી પાસે મિલકત અને દસ્તાવેજો પર એક છેલ્લી નજર નાખવાનો સમય હોય. હરાજીના અડધા કલ્લાક પહેલાં, મકાનના દસ્તાવેજો જાહેરમાં મુકવા, એજન્ટ કાયદા દ્વારા બંધાયેલા છે. (એક સારા conveyancer કેવી રીતે શોધશો ?)

*   મોટા ભાગના રાજ્યોમાં, ખરીદારોએ એજન્ટ પાસે નામ નોંધાવી બોલી લાગવાની મંજૂરી લેવી પડે છે  અને તે માટે એક ફોટો ID  બતાવવી પડે છે.

*   જો તમે પોતે બોલી લગાવવા ન માંગતા હોવ તો, કોઈ વ્યક્તિ તમારા વતી બિડ કરી શકે છે.

હરાજી

*   હરાજીના નિયમોની જાહેરાત કરીને લિલામ કરનાર પ્રારંભ કરશે.

*   તે પછી એક પ્રારંભિક બોલી માટે પૂછશે અને તે રકમ થી આગળ વધવાનું રહેશે. જો લિલામ કરનાર એમ કહે કે દા. ત.  $ 5000ના  ઇન્ક્રીમેન્ટ્સ માં બોલી આગળ વધારવી તો તમે તેનાથી ઓછી રકમ વધારીને પણ બોલી લગાવી શકો છો પરંતુ એ બોલી સ્વીકારવી કે નહિ તેનો નિર્ણય લિલામ કરનાર અધિકારી લઇ શકે છે.

*   માત્ર ભાવ વધારવા કે અન્યને બોલી લગાવતા અટકાવવા માત્ર કહેવા ખાતર બોલી લગાવવી - ડમી બીડ ગેરકાયદેસર છે.

*   એકવાર રિઝર્વ કિંમત (ઓછામાં ઓછું કિંમત કે જેના પર વિક્રેતા વેચાણ કરશે), બોલાય પછી જ  મિલકતને વેચાણ માટે તૈયાર ગણવામાં આવે છે. સૌથી વધુ બોલી બોલનાર ને વેચાય અને  તે માટે લિલામ સમાપ્ત થાય ત્યારે લિલામ કરતા અધિકારી "સોલ્ડ" ની બૂમ પાડે છે.

હરાજી પછી

*    જો તમે હરાજી જીત્યો હો, તો તમારે તરત જ કરાર પર હસ્તાક્ષર કરવો પડશે અને તરત જ ડિપોઝિટ (સામાન્ય રીતે ખરીદ કિંમતના 10%) ચૂકવવા પડશે. આ સોદોમાં cooling off period હોતો નથી તેથી સોદામાં થી પાછા ખોસાય નહિ. બાકીની રકમ  વેચાણ પછી લગભગ એકથી ત્રણ મહિનાની અંદર  ચૂકવવામાં આવે છે.

*    જો રિઝર્વ કિંમત ના મળે અને વિક્રેતા હરાજીમાં નહિ વેચવાનું નક્કી કરે તો, સૌથી વધુ બોલી બોલનારને અલગ થી વેન્ડર સાથે વાટાઘાટ કરવાની અગ્રતા મળે છે.

*    જો એક ઓક્શનમાં  ઘર ન ખરીદી શકો તો નાસીપાસ થવાની જરૂર નથી , તમારા બજેટમાં બીજા ઘણા મકાનો ઉપલબ્ધ હોય છે.

25e33872-dab4-452e-a433-bb3ba3fd885c_1499153484.jpeg?itok=On84OiEI&mtime=1499153506
Useful links for more information in your area:

Auctions slow as house prices keep gaining 

Real estate auctions in Victoria  

Real estate auctions in Queensland

Real estate auctions in South Australia 

Real estate auctions in New South Wales 

Real estate auctions in ACT 

Real estate auctions in Northern Territory 

Real estate auctions in Western Australia 

Real estate auctions in Tasmania 


Share

Published

Updated

By Audrey Bourget, Nital Desai

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
સેટલમેન્ટ ગાઇડ: ઓસ્ટ્રેલિયામાં મકાનની હરાજીની પ્રક્રિયા | SBS Gujarati