ડોક્ટર પાસે જતા દર વખતે વ્યક્તિના રેકોર્ડ યાદ રહે તે જરૂરી નથી , આ પરિસ્થિતિમાં વ્યક્તિને અંગ્રેજી ન આવડતું હોય તો વધુ મુશ્કેલી થાય છે. આથી ઓસ્ટ્રેલિયન સરકારની ડિજિટલ સ્વાસ્થ્ય એજન્સી My Health Record મારફતે વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી ઓનલાઇન ઉપલબ્ધ કરાવાશે.
આમ કરવાથી વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય રેકોર્ડ હંમેશા જાણી શકશે. આ પહેલ થી સમય ની પણ બચત થશે અને ગ્રાહક સશક્ત બનશે.

Source: Getty Images
લાઈફ - સેવિંગ ટૂલ
ડોક્ટર દર્દીની સ્વાસ્થ્ય સમીક્ષા અપલોડ કરશે - જેમાં પ્રિશ્ક્રિપશન, રેકોર્ડ નો સમાવેશ થાય છે. વ્યક્તિ આ સમીક્ષામાં બદલાવ પણ કરી શકે છે. આપાતકાલીન સ્થિતિમાં આ ટૂલ જીવનરક્ષક સાબિત થઇ શકે છે.
વાલીઓ પોતાના બાળક માટે અને કેરર પોતાના વડીલો માટે આ રેકોર્ડ બનાવી શકે છે જેથી તમામ જરૂરી વિગતો એક જ જગ્યાએ થી મળી શકે.
નવા ઓસ્ટ્રેલિયનો માટે ખુબ ઉપયોગી ટૂલ
આ ટૂલના માધ્યમ થી વ્યક્તિ પોતાના એકાઉન્ટ માટે પ્રતિનિધિ નીમી શકે છે. જેમકે વાલીઓ તેના બાળકને .
ઓનલાઇન રેકર્ડ ઉપલબ્ધ હોવાથી વ્યક્તિને ઘણી સરળતા રહે છે, અઘરી મેડિકલ ટર્મ યાદ રકલહવી પડતી નથી, પણ ડોક્ટર જાતે જ તેને જોઈ શકે છે.

Source: My Health Record
રજીસ્ટર કરાવવા
આ સેવા માટે રજીસ્ટર કરવા મેડિકેર ની જરૂર છે અને રજિસ્ટ્રેશનની વિધિ :
- 1800723471 પર ફોન કરીને (ભાષાંતર સેવા માટે પહેલા 131450 પર ફોન કરવો )
ગોપનીયતા
જયારે વ્યક્તિ એકાઉન્ટ ખોલે ત્યારે જરૂરી છે કે પ્રાઇવસી સેટિંગ ની તાપસ કરે. એટલેકે પોતાના રેકોર્ડ કોણ જોઈ શકે તેની પસંદગી કરવી - જેમકે ક્યાં ડોક્ટર ક્યાં દસ્તાવેજો જોઈ શકે અને અન્ય વિગતો કોણ જોઈ શકે. વ્યક્તિ નોટિફાઈ મી વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
જો વ્યક્તિ આ સેવા ન ઈચ્છે તો નીકળી શકે છે. આ માટે વર્ષ 2018 ના માધ્ય સુધી સમય છે.