સેટલમેન્ટ ગાઈડ: ઑસ્ટ્રેલિયામાં પાલક માતા-પિતા કેવી રીતે બની શકો ?

ઓસ્ટ્રેલિયામાં જે બાળકોના માતા-પિતા કે અન્ય કુટુંબીજનો તેની કાળજી નથી લઇ શકતા તેવા બાળકો માટે પાલક માતા-પિતાની અછત છે, ખાસ કરીને જેમની માતૃભાષા અંગ્રેજી નથી તેવા બાળકો માટે. જો આ ભગીરથ કાર્યમાં તમે મદદ કરી શકો તેમ હોવ તો શુભસ્ય શીઘ્રમ.

Foster family

Foster Family Source: Public domain

એક ફોસ્ટર કેરર બનવું બાળકના જીવન પર તો સકારાત્મક અસર કરેજ છે પણ તમારે માટે પણ એ લાભદાયી અનુભવ હોઈ શકે છે. 

જે બાળકોના વાલી કોઈ કારણસર તેમના ઉછેર માં ભાગ ના ભજવી શકે તે બાળકો તેમની ભાષા અને સંસ્કૃતિ પણ ગુમાવી બેસે છે.

ફોસ્ટર કેરર એટલે પાલક માતા કે પિતા કોણ બાની શકે ?

તે માટે તમે ....

- ઑસ્ટ્રેલિયન નાગરિક અથવા સ્થાયી નિવાસી (પરમેનન્ટ રેસિડન્ટ) હોવા જોઈએ

- સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ,

- કોઈ ગુનાહિત રેકોર્ડ ના હોવો જોઈએ

-ઉંમર ૨૫ વર્ષથી વધુ હોય તો વધારે સારૂ

જો ઘર માં એક રૂમ અલગથી આવનાર બાળકને આપી શકો તો ઉત્તમ કારણ કે પડકારજનક પરિસ્થિતિઓમાંથી આવતા બાળકો માટે એક નાનકડી જગ્યા જેને તે પોતાની કહી શકે અને ત્યાં સુરક્ષિત અનુભવે તે મહત્વનું છે. 

તમે એકલા છો અથવા વિવાહિત છો તેનાથી કોઈ ફરક પડતો નથી, સમલૈંગિક સંબંધ ધરાવતા લોકો પણ ફોસ્ટર કેરર બની શકે છે, તમે મકાનમાલિક છો કે ભાડે રહો છો તેનાથી પાલક માતા કે પિતા બનવા માં કોઈ અડચણ નહિ આવે.

પણ હા, ફોસ્ટર બાળક સાથે તમારે ખુબ ધીરજ થી કામ કરવાની તૈયારી રાખવી પડશે.
Family
Source: CC0 Public Domain

ફોસ્ટર કેરના પ્રકારો

પાલક માતા-પિતા બનનાર અનેક વ્યક્તિ કે યુગલ બાળકને આખરે દત્તક લઇ લેતા હોય છે, પણ આ વ્યવસ્થા ટૂંકા ગાળાની સંભાળ પુરી પાડવા માટે છે.

થોડા દિવસથી થોડા મહિના સુધીના સમયગાળા માટે ઘરમાં બાળકોનું સ્વાગત કરી શકો છો:

- ઇમર્જન્સી કેર (૧૨ કલાક કે તેથી વધુ): સામાન્ય રીતે આવી વ્યવસ્થા ટૂંકી નોટિસ પર પુરી પાડવી પડે અને તે માત્ર થોડા કલ્લાક માટે બાળકની સંભાળ લેવાની હોય કે પછી થોડા મહિના સુધી.

-અન્ય કેરર માટે રાહત, રીસપાઈટ કેર  (૨ દિવસથી ૩અઠવાડિયા): લાંબા ગાળા માટે  સંભાળ લેનાર વ્યક્તિને આરામ આપવા તમે થોડો વખત તેમની જવાબદારી ઉપાડી શકો તો તેમને બ્રેક મળે.  

-પુનર્વસન  અને વચગાળાની સંભાળ (૧૨ મહિના સુધી):  પાલક માતા-પિતા બાળકોને પોતાને ઘરે લઇ આવે અને જ્યાં સુધી બાળકો માટે પોતાને ઘરે પાછા ફરવું સુરક્ષિત ના હોય ત્યાં સુધી તેમની સંભાળ લે.

-ગાર્ડિયનશિપ: અદાલતના આદેશ પર આ ગોઠવણ થતી હોય છે જેમાં કોર્ટ આદેશ આપે કે બાળક ૧૮ વર્ષનું થાય ત્યાર સુધી કોઈ સંબંધી સાથે રહી શકે છે અને જો બાળક માત્ર થોડા વખત માટે જ સંબંધી સાથે રહેવા માંગે તો તેને રિલેટિવ કેર તરીકે ઓળખવામાં આવે છે.

-આજીવન સંભાળ લેવાનો વિકલ્પ: પાલક માતા-પિતા બાળકને દત્તક લઇ લે અને યોગ્ય હોય ત્યાં જન્મ આપનાર માતા-પિતા સહતે પણ બાળક ના સંબંધો જાળવી રાખવામાં  આવે. 

-લાંબા ગાળાની સંભાળ (૬ મહિના કે તેનાથી વધુ): જ્યારે બાળક તેમના પોતાના પરિવાર સાથે ના રહી શકે, અને બાળકની પોતાની મરજીને કારણે કે પછી સાંસ્કૃતિક કારણો સર તેને દત્તક પણ ના લઇ શકાય કે અદાલત તેની સંભાળ વિષે કોઈ આદેશ ના આપી શકે , ત્યારે લાંબા ગાળા માટે ફોસ્ટર કેર વ્યવસ્થાનો ઉપયોગ થતો હોય છે.

પ્રથમ પગલું: અરજી કરો

પાલક માતા કે પિતા બનવા માટે, તમારે પ્રથમ એજન્સી દ્વારા એપ્લિકેશન દાખલ કરવી આવશ્યક છે.

દરેક રાજ્ય એજન્સીઓની સૂચિ પૂરી પાડે છે (તેની વિગતો માટે નીચે આપેલ સૂચિ જુઓ).
Father and son
Source: CC0 Public Domain

તપાસ અને તાલીમ

એકવાર તમે અરજી કરો પછી તાલીમ અને મૂલ્યાંકનનો સમય છે જેમાં  છ મહિના લાગી શકે છે, તે દરમ્યાન પાલક માતા-પિતા બનવાના તમામ પાસાઓ વિષે એજન્સી તમારી સાથે વિગતે વાત કરશે.

They'll come out and see you in your home, make sure everything is child-safe, obtain your background checks and documents and just really take you through what you can expect and what the process is and check suitability and what type of care is going to fit in with your lifestyle," explains Fostering NSW Sharon Broady.

એજન્સી તરફથી સપોર્ટ

તમારે માટે એક કેસ વર્કર નીમવામાં આવશે અને ફોન ઉપર 24-કલાકની સહાય પણ ઉપલબ્ધ હશે જેથી તમે ફોન કરી મદદ કે માર્ગદર્શન માંગી શકો. ફોસ્ટર કેરર બન્યા પછી થોડા વખત માટે બ્રેક ની જરૂર પડે તો રીસપાઈટ કેર નો ઉપયોગ કરી શકો છો અને જરીરિયાત પ્રમાણે તાલીમની વ્યવસ્થા પણ હોય છે.

બાળકની સંભાળના ખર્ચ બદલ આપને પણ એક રકમ ચૂકવવા માં આવશે. આ રકમ પ્લેસમેન્ટના પ્રકાર, બાળકની ઉંમર અને બાળકની જરૂરિયાત પર આધાર રાખે છે.

બહુસાંસ્કૃતિક બાળકોની સંભાળ

કેટલીક એજન્સીઓ બહુસાંસ્કૃતિક સંભાળમાં વિશિષ્ટતા ધરાવે છે, જો કે બધી એજન્સીઓ બાળકને તેની સંસ્કૃતિ પ્રમાણે બંધ બેસતા ફોસ્ટર કેરર શોધવાનો  શ્રેષ્ઠ પ્રયાસ કરે છે.

"It's very important that children are placed within families that can support their cultural, religious and traditional practices to make them feel a sense of belonging and so that things don't feel that strange to them because obviously being taken from your own family for whatever reason can be very traumatising for a child," explains Sharon Broady.

Useful links

Call for more multicultural foster carers

To find a foster agency in your state:

Fostering NSW

Foster Care in Queensland

Foster Care in WA

Foster Care in Victoria

Foster Care in NT

Foster Care in South Australia

Foster Care in ACT

Foster care in Queensland

Foster Care in Tasmania

Multicultural foster care

Settlement Services International (New South Wales)

Creating Links (New South Wales)

Fostering Connections (Victoria)

Mercy Community Services (Queensland)

Share

Published

Updated

By Audrey Bourget, Nital Desai

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
સેટલમેન્ટ ગાઈડ: ઑસ્ટ્રેલિયામાં પાલક માતા-પિતા કેવી રીતે બની શકો ? | SBS Gujarati