સેટલમેન્ટ ગાઈડ : ઓસ્ટ્રેલિયામાં આવાસ કેવી રીતે અફોર્ડેબલ બનાવી શકાય?

શું આપ આવાસ સંબંધી તાણથી પરેશાન છો? ઓસ્ટ્રેલિયામાં આ અંગે શું કરી શકાય?

sold

Source: AAP

વધુ મકાન બાંધવા

વધુ ગૃહ નિર્માણ એ આવાસ સંકટ દૂર કરવાનો એક ઉપાય છે. કેન્દ્ર સરકારે કરેલ જાહેરાત મુજબ વર્ષ 2017 - 2018માં સરકાર રાજ્ય અને પ્રદેશની સરકાર સાથે મળીને આવાસ પુરા પાડવા અંગે ધ્યેય નક્કી કરશે. આ માટે સરકાર $1 બિલિયન ડોલરના નિવેશ સાથે કેન્દ્રીય હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા રચશે જેનું કામ નવા આવાસ અને એપાર્ટમેન્ટ તૈયાર કરવાનું હશે.
Houses
Building more homes has been suggested as one way to ease the housing crisis in Australia. Source: Getty Images

આવાસ વિકલ્પોમાં વિવિધતા

સતત બદલતી માંગ સાથે ઘર કે ફ્લેટના પ્લાનિંગ કાયદામાં સમયાનુસાર બદલાવ થાય છે તો તેની સમીક્ષા કરવી જોઈએ . મોટાભાગના લોકો ઘર ખરીદવા બજારમાં જઈ શકતા નથી કેમકે ઓસ્ટ્રેલિયામાં ઘર મોટા હોય છે અને મોટા ઘર ખરીદવા લોકોએ પૈસા ઉધાર લેવા પડે છે. ન્યુ સાઉથ વેલ્સ સરકાર વડે સિડનીના અમુક વિસ્તારોમાં પોસાય તેવા ઘર બનાવવા  યોજના રજુ કરવામાં આવી છે.

નેગેટિવ ગિયરિંગમાં સુધારો કરવો

ઓસ્ટ્રેલિયન રાજકીય ક્ષેત્રમાં નેગેટિવ ગિયરિંગ એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. નેગેટિવ ગિયરિંગ એ એક એવી યોજના છે જે સંપત્તિ નિવેશકને તેમની આવક પર ઓછો ટેક્સ ભરવા કેટલીક છૂટ આપે છે. આ યોજનાના ટીકાકારોનું કહેવું છે કે આ યોજના લોકોને રહેવાસી સંપત્તિમાં વધુ નિવેશ કરવા પ્રોત્સાહિત કરે છે, જેથી બજારમાં ફુગાવો વધે છે અને પ્રથમ વખત ઘર ખરીદનારા લોકો માટે પરિસ્થિતિ વધુ કઠિન બને છે.
Homeless
The government has announced plans to set up a new agency to help alleviate the growing problem of homelessness. Source: AAP

સંકટ સમયે ઉપયોગી થાય તેવા રહેઠાણનું નિર્માણ કરવું

આ સમસ્યાના લાંબા ગાળાના સમાધાનને ધ્યાનમાં રાખીને સરકાર  ઘરવિહોણા અને જે લોકો ક્રાઈસીસ અકોમોડેશનમાં છે તેમને મદદ કરવા ફન્ડીંગ સાથે નવો નેશનલ હાઉસિંગ અને હોમલેસનેસ એગ્રીમેન્ટ કરવાની યોજનામાં છે.

વધુ સોસીયલ હાઉસિંગ પુરા પાડવા

ઓછી આવક ધરાવતા લોકો, કે જે લોકો પોતાનું ઘર નથી ખરીદી શકતા,કે જે લોકોને ઘરનું ભાડું ભરવામાં પણ તકલીફ પડે છે તેવા લોકોને મદદ કરવા સરકાર વડે સોસીયલ હાઉસિંગ પુરા પાડવામાં આવે છે. આ પ્રકસરના આવાસ માટે ભાડું તો ચૂકવવું પડે છે પણ તે રકમ વ્યક્તિની આવકના 25ટકાથી વધુ નથી હોતી.

આ અંગે વધુ માહિતી મેળવવા મુલાકાત લ્યો - Social housing income and assets limits.

Image

અન્ય ઉપયોગી લિંક્સ

NSW: http://www.housing.nsw.gov.au/living-in-public-housing

Victoria: http://www.housing.vic.gov.au/public-housing

Western Australia: http://www.housing.wa.gov.au/housingoptions/rentaloptions/publichousing/Pages/default.aspx

Queensland: https://www.qld.gov.au/housing/public-community-housing/

Northern Territory: https://nt.gov.au/property/public-housing

Tasmania: http://dhhs.tas.gov.au/service_information/information/public_rental_housing

ACT: http://www.communityservices.act.gov.au/hcs
Backyard
Australia's love affair with the backyard may have to change if calls for smaller houses to help the housing shortage gain momentum. Source: AAP

Share

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service