સેટલમેન્ટ ગાઈડ: જીવનની અંતિમ ક્ષણો અને ત્યારબાદ વિદાય કેવી ઈચ્છો છો ?

ઘણી સંસ્કૃતિઓમાં, મૃત્યુ વિશે વાત કરવી નિષિદ્ધ હોઈ શકે છે, પરંતુ આ વિષય મહત્વનો છે, તેના વિષે વાત કરવાનું ટાળો નહિ. તમે ક્યારે અને કેવી રીતે મૃત્યુ પામો છો તે નક્કી ન કરી શકો, પરંતુ અંતિમ ક્ષણો અને મૃત્યુ પછી જેવી વિદાય ઈચ્છો છો તે માટે પ્લાનિંગ કરી શકો છો.

Elderly Couple

Elderly Couple Source: Pixabay

કદાચ પોતાનાજ મૃત્યુ વિશે વાત કરવી ન ગમે, છતાં છેલ્લી ઘડીની રાહ જોવાને બદલે તેના વિષે આજે સ્વસ્થ મન અને શરીર સાથે અમુક નિર્ણયો લઇ લેવા સારા છે, જેથી તમે ના હોવ ત્યારે પણ તમારી ઈચ્છા મુજબ બધું આગળ વધે.

તમારા માટે અને તમારા પ્રિયજનો માટે પરિસ્થિતિ સરળ બનાવવા આટલી વ્યવસ્થા રાખો :

મૃત્યુપત્ર (વિલ) બનાવો

  • ઘણા દેશોમાં જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેની મિલકત આપોઆપ કુટુંબીજનોને મળી જતી હોય છે . જો કે, ઑસ્ટ્રેલિયામાં એવું નથી.  તમારા જીવનસાથીને, સંતાનોને કે માતા-પિતાને જે વારસામાં આપવા માંગતા હોવ તેની જાણકારી એક વિલમાં સત્તાવાર રીતે નોંધવું જરૂરી છે.  તો જ તમારી ઈચ્છા  અનુસાર મિલકતનું વિતરણ કરવામાં આવશે.

  • કોને શું મળશે તે અંગે કુટુંબીજનોમાં મતભેદ અને દલીલોની શક્યતા ઘટાડવા, વિલમાં સ્પષ્ટતતા જરૂરી છે, એટલે  વિલ-કીટ વાપરવાને બદલે સ્વતંત્ર કાનૂની સલાહ મેળવવી હિતાવહ છે.

  • એક વિશ્વાસુ વહીવટકાર પસંદ કરો જેને નાણાકીય લેવડ-દેવડની સારી સૂઝ હોય અને જે તટસ્થ રહી તમારી ઈચ્છાઓનું પાલન કરશે. તમારી આસ-પાસના લોકોમાંથી કોઈને નીમવા ન માંગતા હોવ તો એક વ્યાવસાયિક નિમણૂક પણ કરી શકો છો.

  • ૧૮વર્ષ થી મોટી ઉંમરની દરેક વ્યક્તિ જે આ પ્રક્રિયાને સમજી  શકે તે વિલ બનાવી  શકે છે.

  • જયારે તમારા સંજોગો બદલાય ત્યારે વિલ અપડેટ કરવું અગત્યનું છે, જેમ કે તમે લગ્ન કરો, છૂટાછેડા લો કે બાળકોના જન્મ અને તેમના લગ્ન પછી અથવા પૌત્રોના જન્મ પછી વિલ અપડેટ કરવું જોઈએ.

  • જો તમારી પાસે ઑસ્ટ્રેલિયા અને વિદેશમાં બંનેમાં નોંધપાત્ર મિલકત હોય, તો બે વિલ બનાવો.

Man signing will
Many people don't think to write their wills young. Source: Getty Images

જીવનના અંતિમ તબક્કા માટેની યોજના - એડવાન્સ કેર ડાયરેકટીવ

એડવાન્સ કેર ડિરેક્ટીવ, જે  'લિવિંગ વિલ' તરીકે પણ ઓળખાય છે, તે જીવનના અંતિમ તબક્કામાં તબીબી નિર્ણયો લેવામાં મદદ કરે છે , ખાસ કરીને જયારે તમે પોતે બોલી ન શકો , કે ઈચ્છા વ્યક્ત ના કરી શકો ત્યારે પણ.   એડવાન્સ  કેર ડાયરેકટીવ મુજબ તમારી ઇચ્છાઓનો આદર કરવામાં આવે છે.

ન્યૂ સાઉથમાં એજ્ડ રાઇટ્સ સર્વિસમાંથી સોલિસિટર નાલ્કા પદ્મસેના સમજાવે છે કે, "આ એક એવું ફોર્મ છે જેમાં તમે કેવી તબીબી સંભાળ ઈચ્છો છો કે સારવાર નથી ઇચ્છતા તે સુયોજિત કરે છે. જયારે તમે લાંબા સમય સુધી વાત ના કરી શકો અથવા પોતાને માટે નિર્ણય ના લઇ શકો ત્યારે આ લિવિંગ વિલમાં તમે દર્શાવેલ ઈચ્છાઓ મુજબ કામ કરવામાં આવે છે".

વધુ માં તે જણાવે છે "તમારા ડૉક્ટર સાથે પરામર્શ કરીને આ ફોર્મ ભરવું સલાહભર્યું છે કારણ કે તમારા ડૉક્ટર તમારો તબીબી ઇતિહાસ જાણે છે."

જો તમને કોઈ એવી બીમારી થાય જેમાં સાજા થવાનો કોઈ વિકલ્પ જ ના હોય , દિવસે દિવસે પરિસ્થિતિ બગાડવાનીજ હોય તો તમે સારવાર વિશેના નિર્ણયો આ દસ્તાવેજમાં જણાવી શકો છો.  સામાન્ય અને વિશિષ્ટ સૂચનો આપી શકો છો, જેમ કે પ્રાણસંચારના પ્રયત્નો એટલે રિસુસિટેશન ઈચ્છો છો કે નહીં, લાઈફ સપોર્ટ પર રહેવા માંગો છો કે નહિ અથવા નળીઓ થી ખોરાક આપવો પડે ત્યારે એ પરિસ્થિતિમાં રહેવા માંગો છો કે નહિ.

"આ નિર્ણયો તમે જાતે લઇ શકો છો, કયા સંજોગોમાં જીવવા માંગો છો અને કયારે બચાવના પ્રયત્નો બંધ કરવા"

અંગદાન

શું તમે અંગદાતા બનવાનો વિચાર કર્યો છે? જો તમારો જવાબ હા છે, તો ઑસ્ટ્રેલિયાના દાતા રજિસ્ટર પર નોંધણી કરાવો.

You can do it online here.

તમારે તમારા પ્રિયજનો સાથે પણ વાત કરવાની જરૂર છે અને તેમને જણાવો કે તમે દાતા તરીકે નોંધણી કરી છે.

You can find out more about organ donation here.

તમારા પ્રિયજનો સાથે વાત કરો

આ તમામ પ્રક્રિયામાં સૌથી મહત્વનું છે કે તમે તમારા જીવનના અંતિમ તબક્કા વિષે તમારા પ્રિયજન સાથે વાત કરો. તમે અંતિમ સંસ્કાર અને દફનવિધિ માટે તમારી પસંદગીઓ વિશે પણ તેમને જાણ કરી શકો છો.
Dying to Know Day
Source: Dying to Know Day

Dying to Know Day

With events all over Australia on 8 August, Dying to Know Day wants to create conversation around death. It’s a good opportunity to think about your end-of-life plan and talk to your family.

Useful links

Dying to Know Day

The GroundSwell Project

Palliative Care Australia

Wills and Power of Attorney

Advance Care Directives

Register to be an organ donor

Death and bereavement

Australia's getting its first village specifically designed for people with dementia

Who will look after you when you’re old? Living a child free life

 


Share

Published

Updated

By Ildiko Dauda, Audrey Bourget, Nital Desai

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
સેટલમેન્ટ ગાઈડ: જીવનની અંતિમ ક્ષણો અને ત્યારબાદ વિદાય કેવી ઈચ્છો છો ? | SBS Gujarati