ભાડાનો કરાર સાવધાનીથી વાંચવો - સમજાવો
ભાડાનો કરાર (The residential tenancy agreement) લીઝ તરીકે પણ ઓળખાય છે. આ એક કાનૂની દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં કેટલીક શરતો જણાવેલ હોય છે જેમકે કેટલું ભાડું ભરવાનું રહેશે, કેવી રીતે ભરવાનું રહેશે, આ કરારની સમયસીમા, ક્યાં પ્રકારનો ભાડા કરાર છે, જરૂરી બોન્ડ અથવા ડિપોઝિટ ની માહિતી અને અન્ય નિયમો અને શરતો. આ દસ્તાવેજનો યોગ્ય અભ્યાસ કરીને જ સહી કરવી.

rental agreement form Source: Getty Images
બોન્ડ ભરવો
ભાડે મકાન માટે ભરવો પડતો બોન્ડ કે ડિપોઝીટ ભાડા થી અલગ છે. મકાન ભાડુઆત જરૂરી નિયમો કે શરતો નું પાલન ન કરે તેવી પરિસ્થિતિમાં બોન્ડ એ મકાનમાલિક માટે એક પ્રકરની સુરક્ષા છે. દા. ત. વિક્ટોરિયા માં ભાડુઆત વડે ભરેલો બોન્ડ એ Residential Tenancies Bond Authority પાસે જમા થાય છે, અને ભાડા કરારનો અંત થતા આ બોન્ડ પરત આપવામાં આવે છે. 

Scattered Australian Cash Source: Getty Images
મકાનની પરિસ્થિતિ (હાલત)નો રિપોર્ટ ભરવો
જયારે ભાડાના મકાનમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે મકાનની સામાન્ય સ્થિતિનો અહેવાલ ભરવો જોઈએ જેમકે જરૂરી ફિટિંગ, મરમ્મતની જરૂર હોય કે અન્ય કાંઈપણ. આ રિપોર્ટ રિયલ એસ્ટેટ દલાલને અથવા મકાન માલિકને 7 દિવસમાં આપવો. આ રિપોર્ટ પર ભાડુઆત અને મકાનમાલિક સહમત થાય ત્યારબાદ જ સહી કરવી.

Source: AAP/Tracey Nearmy
દરેક વિગતની પ્રતિ (કોપી ) રાખવી
ભાડાનો કરાર, સ્થિતિ રિપોર્ટ, ભાડાની રસીદ, બોન્ડની રસીદ, પત્રવ્યવહાર કે ઇમેઇલ અને અન્ય રેકોર્ડ ની કોપી રાખવી હિતાવહ છે.

Searching In File Cabinet Source: Getty Images
ભાડુઆત તરીકેના હક્કો અને ફરજો વિષે જાણવું
દા. ત ન્યૂસાઉથ વેલ્સ રાજ્યમાં ઘરના ભાડાને લગતા વિવાદ કે મકાનની સંભાળ રાખવામાં મકાનમાલિક તરફથી વર્તાતી બેદરકારી માટે ન્યૂસાઉથવેલ્સ નાગરિક અને પ્રશાસનિક ટ્રિબ્યુલ (NSW Civil and Administrative Tribunal.) પાસે મદદ માંગી શકાય છે. 

Source: AAP/Julian Smith
વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં ભાડુઆત તરીકેના હક્કો અને ફરજો અંગે ની માહિતી વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે.
વિક્ટોરિયા માટે - www.consumer.vic.gov.au