સેટલમેન્ટ ગાઈડ: ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિની મદદ કેવી રીતે કરી શકાય

ઘરેલુ હિંસાથી પીડિત મહિલાને મદદરૂપ થઇ શકે તેવી માહિતી

Woman by the window – Getty Images

Source: Woman by the window – Getty Images

સામાન્યરીતે ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિને મદદ કરવી થોડું અઘરું કામ લાગતું હોય છે, પણ ઓસ્ટ્રેલિયામાં આ માટે ઘણા વિકલ્પો  છે

ઘરેલુ હિંસા ફક્ત શારીરિક મારપીટ સુધી સીમિત નથી. માનસિક યાતના, પરેશાની કે આર્થિક રીતે ઉત્પીડન કરવું એ પણ ઘરેલુ હિંસાનો એક ભાગ છે.  આ સમસ્યા ફક્ત મહિલાઓની નથી પરંતુ મોટાભાગે આ સમસ્યા થી પીડિત મહિલાઓ હોય  છે.  ખાસ કરીને માઈગ્રન્ટ સમુદાયની મહિલાઓ.

મેલબર્ન સ્થિત  સામાજિક કાર્યકર અનુ ક્રિષ્ણનનું કહેવું છે કે તેઓ મોટાભાગે એકલતાનો અનુભવ કરે છે, આવી પરિસ્થિતિમાં ક્યાં  જવું કોનો સમ્પર્ક કરવો  તે અંગે મુંઝવણ અનુભવે છે.

આથી ઓસ્ટ્રેલિયામાં કેટલીક ખાસ સેવાઓ છે જે પીડિત મહિલાઓની મદ્દ્દ માટે ખાસ કામ કરે છે.

Call for help
Source: Dave Thompson/PA Wire

મદદ અને સમર્થન મેળવવું


આ સમસ્યા અંગે પોતાની ભાષામાં મદદ મેળવવા દુભષિય સેવાને 13 1450 પર ફોન કરવો અને તેમને ઘરેલુ હિંસા કાઉન્સેલિંગ માટે 1800RESPECT, સાથે જોડવા કહેવું. online chat service સેવા 24/7 ઉપલબ્ધ   છે.

જી પી કે પોલીસ સાથે વાત કરવા માટે પણ દુભાષિયા સેવા મેળવી શકાય છે.  

inTouch એ પારિવારિક હિંસાની સમસ્યા માટે કામ કરતું બહુસંસ્કુતિક કેન્દ્ર છે. તમેનો સંપર્ક કરવા ફોન કરવો -1800 755 988.

જી પી અથવા સામુદાયિક કેન્દ્ર પરથી સ્થાનિક સેવાદાતા અંગે માહિતી મેળવી શકાય છે

જયારે વ્યક્તિ જોખમમાં હોય ત્યારે મદદ મેળવવા

કોઈપણ પ્રકારના આપાતકાલીન કે કટોકટીના સમયે 000 ડાયલ કરવું. 

શરણાર્થીઓ અને માઇગ્રન્ટ્સ માટે કાર્યરત સંસ્થા AMES Australia,ના વેન્ડી લોબવેઇન કહે છે કે  ઘણી મહિલાઓ આ અંગે ફરિયાદ નથી કરતી કેમકે તેઓને પોલીસના ઇન્વોલ્વમેન્ટ નો ડર હોય છે, તેઓ પરિવારના તૂટવાની શંકા ધરાવે છે વગેરે કારણો છે. પણ આ સંજોગો માં પોલીસ પર ભરોસો રાખી 000 ડાયલ કરવું હિતાવહ છે.

Child covering her ears
Source: CC0 Creative Commons

શું કરી શકાય ?

જયારે એવું જરાક પણ જણાય તો તરતજ પીડિત ની મદદ કરવી. સમુદાયમાં આ અંગે જાગૃતિ માટે પગલાં લેવા જેથી મહિલાઓ આ અંગે ફરિયાદ કરતા ખચકાય નહિ. આ મુદ્દા સાથે જોડાયેલ સામાજિક સ્ટીગ્મા દૂર કરવા પ્રયત્ન કરવો.

ઘણી સંસ્થાઓ અને કાર્યક્રમો છે જે મદદરૂપ થઇ શકે તેમના સંપર્કમાં આવવું.

સામુદાયિક નેતૃત્વ માટેનો કોર્સ

આ વર્ષની શરૂઆતમાં AMES Australia વડે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા ધરાવતા સમુદાયો માટે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને રોકવા કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. જો આપ અંગે રસ ધરાવતા હોવ તો વધુ માહિતી AMES Australia news on their website. પર મેળવી શકાય  છે.

ઉપયોગી લિંક્સ




Share

Published

Updated

By Harita Mehta, Audrey Bourget

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service