વોઇસ ટુ પાર્લામેન્ટનો પ્રશ્ન રજૂ થઇ ગયો છે, હવે જનમત માટેનો આગામી તબક્કો કયો રહેશે?

ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ હવે First Nations Voice to Parliament જનમતના શબ્દો વિશે જાણકારી મેળવ્યા બાદ આગામી તબક્કો કયો રહેશે. તે વિશે જાણો.

A split image showing the Aboriginal flag and the Torres Strait Islander flag

The Voice to Parliament referendum is due to take place this year. What do we know so far? Source: SBS / Lilian Cao

મુખ્ય મુદ્દા:
  • એન્થની એલ્બાનિસે વોઇસ જનમતના શબ્દો પ્રસિદ્ધ કર્યા છે.
  • ઓસ્ટ્રેલિયાના લોકો વર્ષના અંત સુધીમાં હવે મત આપશે.
  • સંસ્થા કેવી રીતે કાર્ય કરશે તે અંગે એલ્બાનિસે તાજી વિગતો જારી કરી છે.
ઓસ્ટ્રેલિયાના લોકો ફર્સ્ટ નેશન્સ વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં મત આપશે. તેમને હવે વોઇસના તમામ શબ્દોની જાણકારી પ્રાપ્ત થઇ ગઇ છે.

લગભગ 25 વર્ષમાં પ્રથમ વખત જનમતમાં લોકો મતદાન કરશે, અને જો તે સફળ થશે, તો 1977 પછી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયનોએ તેમના બંધારણમાં ફેરફાર કરવા માટે મતદાન કર્યું હશે.

વોઇસ રેફરેન્ડમ વર્કિંગ ગ્રૂપ સાથેની બેઠક પછી નિવેદન આપતા વડાપ્રધાન એન્થની એલ્બાનિસે મતપત્ર પર છાપવા માટેના પ્રશ્નની જાહેરાત કરી હતી.
પ્રસ્તાવિત કાયદો: એબરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર વોઇસની સ્થાપના કરીને ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓને ઓળખ માટે બંધારણમાં ફેરફાર કરવા. શું તમે આ ફેરફારને મંજૂરી આપો છો?
ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ આ જનમતમાં પોતાનો મત આપે તે અગાઉ તેને મંજૂરી આપવા સંસદમાં ચર્ચા કરવામાં આવશે.

વોઇસમાં શેનો સમાવેશ કરવામાં આવશે?

ધ વોઈસ ફર્સ્ટ નેશન્સ ઓસ્ટ્રેલિયનોને અસર કરતા મુદ્દાઓ પર સરકારને સલાહ આપતી સંસ્થા હશે. તેની પાસે કાયદાકિય રીતે હસ્તક્ષેપ કરવાનો અધિકાર નહીં હોય.
વડાપ્રધાન એલ્બાનિસે તે સંસ્થા કેવી રીતે કાર્ય કરશે તે અંગે વિગતો જાહેર કરી હતી:
  • સભ્યો પાસે "જવાબદારી સુનિશ્ચિત કરવા" માટે નિશ્ચિત મુદતની તારીખો હશે
  • તેમાં તમામ જાતિના અને યુવા સભ્યોનો સમાવેશ થશે
  • તેમાં તમામ રાજ્યો અને પ્રદેશોના પ્રતિનિધિઓને સ્થાન અપાશે
  • તેમાં ચોક્કસ અંતરિયાળ વિસ્તારોના સમુદાયોના પ્રતિનિધિઓનો સમાવેશ થશે
પરંતુ સભ્યો લોકતાંત્રિક રીતે ચૂંટાશે કે તેમની નિમણૂક થશે તે અંગે વડાપ્રધાને વિગતો રજૂ કરી નહોતી.
Man in hat walks with men dressed in traditional Indigenous garb.
The question is slightly different to the draft wording Mr Albanese unveiled at the Garma festival last year. Source: AAP / Aaaron Bunch / AAP Image

આગામી તબક્કો કયો રહેશે?

સંસદમાં મત અને ત્યાર બાદ લોકો મત આપશે.

જનમત યોજવા માટે, સંસદમાં તેને મંજૂરી મળે તે જરૂરી છે.
આ પ્રક્રિયામાં અસામાન્ય તથ્ય એ છે કે તેને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્સ અને સેનેટ બંનેની મંજૂરીની આવશક્યતા નથી. સૈદ્ધાંતિક રીતે, જો આ બિલ લેબર પક્ષની બહુમતી ધરાવતા હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્સમાં બે વખત પસાર થઇ જાય તો, તેનું સફળ થવું લગભગ નક્કી છે.

ઓસ્ટ્રેલિયાના વયસ્ક લોકોએ વડાપ્રધાન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા પ્રશ્ન પર 'હા' અથવા 'ના' વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરીને મત આપવાનો રહેશે.
વોઇસને વાસ્તવિક કરવા માટે મતદાતાઓના બહુમત અને મોટાભાગના રાજ્યોમાં મતદાતાઓ બહુમત આપે, આ બંનેની જરૂર છે.

વડાપ્રધાન એલ્બાનિસના જણાવ્યા પ્રમાણે, જો આ લઘુત્તમ લક્ષ્યાંક હાંસલ થઇ જશે તો ફર્સ્ટ નેશન્સ સમુદાયો અને લોકો સાથે મળીને 'વોઇસનું સ્વરૂપ' નક્કી કરવામાં આવશે.

આ સ્વરૂપ નક્કી થયા બાદ, ચર્ચા માટે સંસદમાં રજૂ કરવામાં આવશે અને ત્યાં તેની સમીક્ષા કરવામાં આવશે.

લોકોએ ક્યારે મત આપવાનો રહેશે?

Referendum Dates v2.jpg
મતદાન યોજવા માટે ઘણા ઓછા વિકલ્પ ઉપલબ્ધ છે.

વડાપ્રધાન આ વર્ષના અંત સુધીમાં મતદાન યોજાય તેવું વચન સતત આપી રહ્યા છે.

તેમણે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધીમાં લોકો માટે મતદાન યોજાય તેવા સંકેત આપ્યા છે.

લોકમત શનિવારે યોજવામાં આવે છે, એટલે કે, મતદાન માટે અમુક જ તારીખો ઉપલબ્ધ છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share

Published

By Finn McHugh
Presented by Vatsal Patel
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service