Woolworthsએ ૫,૭૦૦ કર્મચારીઓને પૂરો પગાર ચૂકવ્યો નથી

Woolworths સુપરમાર્કેટ એ પાછલા નવ વર્ષમાં ૫,૭૦૦ કર્મચારીઓને પૂરો પગાર ચૂકવ્યો નથી. Woolies એ અંદાજે $૩૦૦ મીલીયન ડોલરની ભરપાઈ કરવાની છે. અસરગ્રસ્ત કર્મચારીઓ માટે તેમનો દાવો રજૂ કરવા એક વેબ્સાઈટ તૈયાર કરવામાં આવી છે.

An employee pushing trolleys outside a Woolworths store. (Image for representation only).

An employee pushing trolleys outside a Woolworths store. (Image for representation only). Source: AAP

Woolworthsના સુપરમાર્કેટ્સ અને મેટ્રો સ્ટોર્સને આવરી લેતા એક નવા એન્ટરપ્રાઇઝ કરારનો અમલ આ વર્ષે કરવામાં આવ્યો હતો. તેની સમીક્ષામાં પગારદાર કર્મચારીઓને પૂરો પગાર નહિ ચૂકવાયા હોવાની વાત બહાર આવી છે.

Woolies એ બુધવારે જણાવ્યું હતું કે હાલ ફક્ત બે વર્ષના ડેટાનું વિશ્લેષણ કર્યું છે પરંતુ આ મુદ્દો 2010થી ચાલ્યો આવતો હોવાની શક્યતા છે.

કંપનીના અંદાજ પ્રમાણે ઉધાર રહેલા પગાર અને વ્યાજની ચુકવણીની કિંમત કુલ મળીને $૨૦૦ થી $૩૦૦ મીલીયન ડોલર વચ્ચે આવશે.

કંપનીએ કહ્યું છે કે હવે આ સમીક્ષા તેના તમામ ઓસ્ટ્રેલિયન વ્યવસાયો જેવા કે Big W ના તમામ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને Dan Murphyની દુકાનોમાં પણ કરવામાં આવશે.

Woolworths એ એક વેબસાઇટ બનાવી છે જ્યાં અસરગ્રસ્ત કામદારો તેમની સંપર્ક વિગતો અપડેટ  કરી શકે છે: Team.woolworths.com.au

કંપનીએ ખાતરી આપી  છે કે ભૂતકાળના અને વર્તમાન કર્મચારીઓ કે જેઓને પુરા વેતનની ચુકવણી કરવામાં નથી આવી તેઓને શક્ય તેટલી વહેલી તકે વ્યાજ અને સુપર એન્યુએશન સાથેની રકમ ચુકવવામાં આવશે.

કંપનીએ જણાવ્યું હતું કે વિશ્લેષિત ડેટાને આવરી લેનારા વચગાળાના બેક પેમેન્ટ્સ ક્રિસમસ પહેલાં કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું છે કે મોટાભાગના સ્ટાફ સ્ટોર સ્તરે વર્તમાન અને ભૂતપૂર્વ પગારદાર વિભાગના મેનેજરો છે, એન્ટરપ્રાઇઝ એગ્રીમેન્ટ દ્વારા આવરી લેવામાં આવેલા 145,000 લોકોમાંથી કોઈ પણ અસરગ્રસ્ત નથી.

કંપનીએ આ મામલા વિષે ફેર વર્ક કમીશનને પણ જાણ કરી છે.
Woolworthsના મુખ્ય સચિવ બ્રાડ બંડુચિએ માફી માંગી છે અને વચન આપ્યું છે કે આવું ફરીથી નહીં થાય

જો કે, ફેર વર્ક ઓમ્બડ્સમએ તેની માફી સ્વીકારી ન હતી, અને સંકેત આપ્યો કે તે વૂલવર્થ્સને કોર્ટમાં લઈ જવા વિચારણા કરશે.

2014 માં, Colesના ૧૦ ટ્રોલી કલેક્ટર્સને $200,000નું વળતર અપાવવા ફેર વર્ક દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Share

Published

By SBS News
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
Woolworthsએ ૫,૭૦૦ કર્મચારીઓને પૂરો પગાર ચૂકવ્યો નથી | SBS Gujarati