જેટલી જરૂરિયાત હોય એટલી જ ખરીદી કરો, ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સની વિનંતી

Scenes from Indian grocery store in Melbourne.

Source: Supplied

કોરોનાવાઇરસના ભય વચ્ચે લોકો જથ્થાબંધ ખરીદી કરવા લાગ્યા, ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સનના જણાવ્યા પ્રમાણે, સ્ટોક પૂરતો હોવાથી જથ્થાબંધ ખરીદી કરવાની જરૂરિયાત નથી.


વિશ્વમાં કોરોનાવાઇરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરતો જાય છે અને તેના કારણે ઓસ્ટ્રેલિયન્સમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

આગામી સમયમાં કોરોનાવાઇરસ કાબૂ બહાર જતો રહે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાશે તેવા ડરના કારણે લોકો જથ્થાબંધ ખરીદી કરી રહ્યા છે.

મેલ્બર્નમાં પટેલ ટ્રેડિંગ નામનો સ્ટોર ધરાવતા મયંક પટેલના જણાવ્યા પ્રમાણે, લોકોએ ગભરાવાની કોઇ જરૂર નથી અને આગામી દિવસોમાં તમામ ચીજવસ્તુઓ આસાનીથી મળી રહેશે.
People buy grocery in a bulk.
Source: Supplied

500 ડોલર સુધીનું બિલ

મયંકના જણાવ્યા મુજબ, જે પરિવાર સામાન્ય દિવસોમાં તેમના સ્ટોરમાંથી 50 ડોલર સુધીના કરિયાણાની ખરીદી કરતો હતો તે હાલમાં કોરોનાવાઇરસના કારણે ગભરાઇને ઘરમાં જરૂર ન હોય તો પણ વસ્તુઓ ખરીદી રહ્યો છે. અને, 500 ડોલરનું બિલ સામાન્ય થઇ ગયું છે.

કઇ ચીજવસ્તુઓની વધુ માંગ

હાલમાં લોકોના મનમાં એક ડર છે કે બહારથી આવી રહેલી ચીજવસ્તુઓ બંધ થઇ જશે અને ઘરમાં કરિયાણાની અછત સર્જાશે. જેના કારણે તેઓ અનાજ, ચોખા, તેલ તથા લોટની જરૂર કરતા પણ વધારે ખરીદી કરીને ઘરમાં સંગ્રહ કરી રહ્યા છે.
Indian grocery store in Melbourne.
Panic-buying resulted in near-empty shelves at most Indian grocery shops in Melbourne. Source: Supplied

લોકોમાં જાગૃતિ જરૂરી

મયંકે જણાવ્યું હતું કે તેમના સ્ટોરમાં જરૂરિયાત કરતા વધુ સામાનની ખરીદી કરતા ગ્રાહકોને સમજાવવામાં આવે છે આ ઉપરાંત તેમણે સ્ટોરમાં તથા કાઉન્ટર પર વધુ પડતો સ્ટોક ન કરવાની વિનંતી કરતી નોટિસ પણ મૂકી છે.

મંયકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જેટલી ખરીદી કરી રહ્યા હોય તેટલી જ ખરીદી કરવી જોઇએ. અફવાથી પ્રેરાઇને વધુ પ્રમાણમાં ખરીદી કરવાથી માંગ વધી રહી છે અને વસ્તુઓ ખાલી થઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે. અગાઉ સામાન્ય રીતે જે પ્રમાણમાં માલ સામાન ઓસ્ટ્રેલિયા આવતો હતો એટલા પ્રમાણમાં જ અત્યારે પણ આવી રહ્યો છે. તેથી ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી.


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
જેટલી જરૂરિયાત હોય એટલી જ ખરીદી કરો, ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સની વિનંતી | SBS Gujarati