રેડિયો જૂના દિવસો યાદ કરાવે છે : ઓસ્ટ્રેલિયન - ગુજરાતી

Gujaati -  Australians talk about their memories of listening to radio

Gujaati - Australians talk about their memories of listening to radio Source: Supplied

યુનેસ્કો દ્વારા વર્લ્ડ રેડિયો ડેની 9મી આવૃત્તિ ઉજવાઇ રહી છે ત્યારે SBS Gujarati એ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ સાથે વાત કરી અને રેડિયો સાથે જોડાયેલી તેમની યાદો તાજી કરી હતી.


વર્તમાન સમયમાં ટેક્નોલોજીએ ખૂબ જ પ્રગતિ કરી છે. ટેલિવીઝન બાદ મોબાઇલ, સોશિયલ મીડિયા ઘણું લોકપ્રિય થયું છે અને, ઇન્ટરનેટ પર “ઓન-ડીમાન્ડ” કાર્યક્રમોનું ચલણ વધ્યું છે. તેમ છતાં પણ રેડિયો કાર્યક્રમો સંભાળવા કેમ ગમે છે, એ વિષયે નીલેશભાઈ ઠાકર, આરતીબહેન, ઉદ્ભવ, મિહિરભાઈ ભટ્ટ અને સંગીતાબેન દવે તેમના અનુભવો વહેંચતા કહે છે ...

  • વિદેશમાં રહીને પણ એસબીએસ રેડિયો પર વતનમાં બની રહેલી ઘટનાઓ અંગેના સમાચાર સાંભળવા મળે છે.
  • ભૂતકાળમાં ટેલિવીઝન નહોતા ત્યારે ક્રિકેટ કોમેન્ટ્રી રેડિયો પર પ્રસારીત થતી હતી અને ઘરના સભ્યો અને પાડોશીઓ એક સાથે બેસીને તે સાંભળતા હતા.
  • સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર આવતા સમાચારની વિશ્વસનીયતાની તપાસ થઇ શકતી નથી તેથી, તે ખોટા પણ હોઇ શકે છે પરંતુ એસબીએસ રેડિયો પર આવતા સમાચાર વિશ્વસનીય હોવાથી રેડિયો સાંભળે છે.
Children listening to the radio.
Children listening to the radio. Source: Supplied
  • ઓસ્ટ્રેલિયામાં એસબીએસ ગુજરાતી રેડિયો પર વિવિધ વિષયો વિશેની રસપ્રદ માહિતી મળે છે. વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતા સમયે પણ રેડિયો સાંભળી શકાતો હોવાથી તેની લોકપ્રિયતા અંકબંધ છે.  
  • વિવિધ શ્રોતાઓના મતે બાળપણથી જ સાંભળેલા અનેક રેડિયો કાર્યક્રમોએ તેમના પર ઉંડી છાપ છોડી છે અને રેડિયો પર પ્રસારિત થતા ગીતો તેમને જૂના દિવસો યાદ કરાવે છે.
13મી ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ રેડિયો ડે. યુનેસ્કો દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ રેડિયો ડેની આઠમી આવૃત્તિની થીમ – ‘રેડિયો અને વિવિધતા’ રાખવામાં આવી છે.

રેડિયોની શોધ અને તેના ઇતિહાસ વિશેની માહિતી...

  • વર્ષ 1896માં ગુઇગ્લાઇમો મેક્રોનીએ સૌ પ્રથમ રેડિયો ટ્રાન્સમિશન સેટ કર્યું હતું. એટલે જ તેમને “ફાધર ઓફ રેડિયો” નું બિરુંદ આપવામાં આવ્યું છે.
  • તેમણે અવાજ નહીં ફક્ત રેડિયો સિગ્નલ મોકલ્યા હતા. રેડિયોમાં અવાજ 1900ની આસરપાસ મોકલવામાં આવ્યો હતો.
  • જો સેટેલાઇટને ગણતરીમાં લેવામાં આવે તો સમગ્ર દુનિયા બ્રોડકાસ્ટિંગથી જોડાયેલી છે.
  • વિશ્વમાં લગભગ 44,000 જેટલા રેડિયો સ્ટેશન્સ આવેલા છે.
  • વિકસતા હોય તેવા દેશોના લગભગ 75 ટકા ઘરોમાં રેડિયોનું પ્રસારણ ઉપલબ્ધ છે.

Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service